નગર પાલિકા ખાતે બજેટ બેઠક યોજાઈ : ડીસા નગર પાલિકાનું રૂ.6.24 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું; શહેરમાં સીટી બસ સેવા ફરી શરૂ થશે

નગર પાલિકા ખાતે બજેટ બેઠક યોજાઈ : ડીસા નગર પાલિકાનું રૂ.6.24 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું; શહેરમાં સીટી બસ સેવા ફરી શરૂ થશે


ડીસા નગરપાલિકા ખાતે મળેલી બજેટ બેઠકમાં શહેરમાં સીટી બસ સેવા પુનઃ શરૂ કરવા તેમજ નગરપાલિકામાં નવી ટીપી સ્કીમ અને અદ્યતન કલાસરૂમ ટાઉન હોલની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે. જ્યારે નગરપાલિકાનું વર્ષ 2023-24નું 6.24 કરોડની રકમનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.


ડીસા નગરપાલિકાના વર્ષ 2022-23 ના રીવીઝન અને 2023-24 ના વાર્ષિક બજેટને મંજૂર કરવા માટે નગરપાલિકાના સભાખંડમાં બજેટ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડીસા નગરપાલિકાનું વર્ષ 2022-23નું રૂ.90.68 કરોડની આવક અને રૂ.65.81 કરોડના ખર્ચ સાથે રૂ.24.77 કરોડની રકમ સાથેનું સુધારેલું બજેટ મંજૂર કરાયું હતું. જ્યારે વર્ષ 2023-24 માટે રૂ. 326.59 કરોડની આવક સામે રૂ. 6.24 કરોડનું જાવકનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું.


ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં ફરીથી સીટી બસ સેવા શરૂ કરવા માટે બજેટ બેઠકમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા આ અંગે સર્વે કરીને સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે. જેનો ડીસા શહેર અને અજુબાજુના 15 કિલોમીટર સુધીના લોકોને ફાયદો થશે. આ ઉપરાંત ડીસા નગરપાલિકામાં સૌપ્રથમવાર ટીપી સ્કીમ અમલમાં મૂકવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. ટીપી સ્કીમ અમલમાં આવશે તો શહેરનો વિકાસ ખૂબ ઝડપી થશે. આ સાથે આ નગર રચના અંતર્ગત લોકોને અદ્યતન સુવિધાઓ પણ મળશે. આ ઉપરાંત ડીસા શહેરમાં સેંકડો નવા બિલ્ડીંગો સાથે ટાઉન હોલ બનાવવાનું પણ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજભુવાળ ઠક્કરના જણાવ્યા મુજબ તમામ સભ્યોની સંમતિથી નગરપાલિકાના વિકાસલક્ષી અને આરોગ્યલક્ષી કામોનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને શહેરીજનોને પણ ખૂબ જ જરૂરી સીટી બસ સેવાનો લાભ મળશે.


કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા AMRUT 3.0 યોજનામાં ડીસા નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીસાના ચીફ ઓફિસર પંકજ બારોટના જણાવ્યા મુજબ, આ યોજના હેઠળ, નલ સે જલ, સ્વચ્છ ભારત મિશન અને પાણી એમ ત્રણ પ્રકારના પ્રોજેક્ટ માટે અંતર્ગત નગરપાલિકાને વાર્ષિક રૂ. 20 કરોડ એટલે કે પાંચ વર્ષમાં રૂ. 100 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. 

Post a Comment

please support me

Previous Post Next Post